Vivoએ ચીનમાં Vivo X27 અને Vivo X27 પ્રો બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોનમાં પૉપ-અપ સેલ્ફી કેમેરો છે. વિવો એક્સ 27 નો સેલ્ફ કેમેરો 16 મેગાપિક્સલનો છે. અને વિવો એક્સ 27 પ્રોનો કેમેરો 32 મેગાપિક્સલનો છે. બંને ફોનમાં ટ્રીપલ રીઅર કેમેરા અને એલઇડી ફ્લેશ છે. 3198 યુઆન (લગભગ 32,900 રૂપિયા) નો Vivo X27 ભાવ છે. અને Vivo X27 પ્રોની કિંમત 3998 યુઆન (લગભગ 41,100 રૂપિયા) રાખવામાં આવી છે. ચીનમાં તેની સેલ 23 માર્ચના રોજ થશે. જ્યારે ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ કરવામાં આવશે અને તેની કિંમત કેટલી રહેશે તેની કોઈ સત્તાવાર માહિતી નથી.

Vivo X27 સ્પેસિફિકેશન
આ એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. તે એન્ડ્રોઇડ 9.0 પાઇ પર કામ કરે છે. તેનો ડિસ્પ્લે 6.39 ઇંચનો પૂર્ણ એચડી છે, જેમાં 1080×2340 પિક્સેલનું રિઝોલ્યૂશન અને ઓસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. પ્રોસેસર વિશે વાત કરીએ તો, હેક્સા-કોર ક્વોલકમ સ્નેપડ્રેગન 710 એસઓસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેમ 8 જીબી છે. તેમજ તે બે વેરિએન્ટ 128 જીબી ઇન્ટરનલ મેમરી અને 256 જીબી ઇન્ટરનલ મેમરી સાથે આવે છે.


Vivo X27 Pro સ્પેસિફિકેશન
આ ફોનનો ડિસ્પ્લે 6.7 ઇંચ છે, જેનો આસ્પેક્ટ રેશિયો 20.5:9 છે. તે ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 710 SoC પ્રોસેસર પર કાર્ય કરે છે. તેમાં એક રીઅર કેમેરા પણ છે. પ્રાઇમરી રીઅર કેમેરો 48 મેગાપિક્સલનો છે અને સેલ્ફી કેમેરો 32 મેગાપિક્સલનો છે. તેની બેટરી 4000 એમએચની છે.

0
0
0
s2sdefault