વોટ્સએપે ચૂંટણી પંચનાં આદેશ અનુસાર એ મોબાઈલ નંબર્સને બ્લૉક કરવાનું શરૂ કરી દીધું છે, જે ચૂંટણી સંબંધિત ખોટી માહિતી અથવા આપત્તિજનક કન્ટેંટ ફેલાવી રહ્યા છે. આ ક્રમમાં પહેલો વોટ્સએપે નંબર 11 એપ્રિલનાં રોજ મતદાનની પહેલા ડિએક્ટિવેટ કરવામાં આવ્યો હતો. ભારતીય ચૂંટણી પંચ સાથે થયેલી વાત-ચીતમાં વોટ્સએપ કહ્યું કે, “પોલ પેનલ દ્વારા વાંધાજનક સામગ્રી અથવા સમાચારોનાં સ્ક્રીનશૉટ શેર કરવા પર અમે એવા ફૉન નંબર પર ચેટ સર્વિસ બ્લૉક અથવા ડિસેબલ કરી દઇએ છીએ.”

ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે વ્હોટ્સએપની કાર્યવાહી ઉપરાંત 500 ફેસબૂક પૉસ્ટ, લિંક અને ટ્વિટરની 2 પોસ્ટ મતદાનનાં પહેલા ચરણથી 48 કલાક પહેલાની સમય સીમામાં હટાવી લેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા કંપનીઓએ હાલમાંજ વાંધાજનક કૉન્ટેંટને ડીલીટ અને રાજકીય વિજ્ઞાપનમાં પારદર્શિતા લાવવા માટે એક સ્વેચ્છિક નિયમો પાળવાની સહમતિ દર્શાવી હતી. ત્યારબાદ સૌથી મોટી ચિંતા તેને લઇને હતી કે આખરે વ્હોટ્સએપ પર આ નિયમ કઇ રીતે લાગુ કરવામાં આવે, કેમ કે ફેસબૂક અને ટ્વિટર પર ખોટી માહિતીને લગામ લગાવવા માટે વ્હોટ્સએપ મેસેજ તો પરત લઇ શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગ દ્વારા મોકલવામાં આવેલા વાંધાજનક કૉન્ટેંટને ફેસબૂક અને ટ્વિટર પર તો હટાવી દેવામાં આવે છે. પરંતુ વ્હોટ્સએપ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત હોય છે, જેના કારણે શેર કરવામાં આવેલા કૉન્ટેંટ સુધી કંપનીઓ પહોંચી શકતી નથી. આવામાં વ્હોટ્સએપ પાસે આવા નંબરોને બ્લૉક કરવા સિવાય કોઇ બીજો વિકલ્પ નથી.

0
0
0
s2sdefault